Posts

ખેલમહાકુંભ - બાસ્કેટબોલ રમતમાં શાળાને મળેલ સિદ્ધિ

Image
ખેલમહાકુંભ - બાસ્કેટબોલ રમતમાં શાળાને મળેલ સિદ્ધિ         તા-28-01-2024 , રવિવારના રોજ રમાયેલ ખેલમહાકુંભ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડની અંડર-17(બહેનો)ની ટીમ નવસારી જિલ્લા ચેમ્પિયન બની હતી . તે જ દિવસે શાળાની અંડર-14(ભાઈઓ) ની ટીમ જિલ્લાની રનર્સ અપ બની હતી તથા   અંડર-14(બહેનો)ની ટીમે જિલ્લામા ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો હતો. શાળાના પી.ટી. કોચ તથા ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી રમેશભાઈ ટંડેલ અને ત્રણેય ટીમના વિદ્યાર્થીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે. પહેલા સત્રમાં કેટલાય રવિવારો સુધી ગાર્ડા કોલેજના નિવૃત પ્રોફેસર શ્રી નરસિંહભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને બાસ્કેટ બોલનું  કોચિંગ પૂરું પડ્યું હતું. શાળા પરિવાર પ્રોફેસર નરસિંહભાઈનો આભાર વ્યક્ત કરે છે.

સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)

Image
હળવું  કંઠય સંગીત સ્પર્ધાનું નામ  :   સુગમ સંગીત (  હ હળવું  ળવું હળ કંઠય સંગીત )          તારીખ/વાર : 23-12-2023,શનિવાર   સંચાલન કરનાર શિક્ષકશ્રીનું નામ :દેવ ફરશુરામ ટંડેલ ( B.Ed.-તાલીમાર્થી)   નિર્ણાયકશ્રીઓના નામ: (1)ઉર્વી ટંડેલ( B.Ed.-તાલીમાર્થી) (૨) કૃપાલી પટેલ ( B.Ed.-તાલીમાર્થી) ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા : 05   વિજેતા વિદ્યાર્થીઓની યાદી :   વિજેતા ક્રમ વિદ્યાર્થીનું નામ ધોરણ ગુણ પ્રથમ ટંડેલ સોનલબેન અમૃતભાઈ 12 90 દ્વિતીય ટંડેલ દિયા ભરત 9 85 તૃતીય ટંડેલ પ્રિયાબેન અમરતભાઈ 9 78

સ્વ્ચ્છતા એ જ સેવા

Image
 સ્વ્ચ્છતા એ જ સેવા 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીને જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવનાર છે,સ્વ્ચ્છતા એ રાષ્ટ્રીય સ્વભાવ  બને એ માટે વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામજનોમાં જાગૃતિ આવે તે માટે "ગાંધી જયંતિ" ના એક દિવસ અગાઉ તા-01-10-2023,રવિવારના રોજ સવારે  એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા ઓંજલ માછીવાડ ના ધો-9 અને ધ-11 ના વિદ્યાર્થીઓએ શાળા કેમ્પસની સફાઈ, વરસાદથી પડેલા ખાડા પૂર્વા તથા દરિયાકાંઠાની સફાઈ કરી શ્રમદાન કર્યું હતું.શાળાના શિક્ષક મિત્રો તથા સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રી હાજર રહી વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને શ્રમનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પ્રોતસહિત કર્યા હતા     

National Sport Day

Image
 National Sports Day On the birthday of hockey wizard Major Dhyan Chand, the school celebrated National Sports Day in which students participated in large numbers and played various sports.