શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શાળાના વિદ્યાર્થીઓને પોતાની જિજ્ઞાસા અને રચનાત્મકતા માટે એક માધ્યમ મળી રહે અને સમસ્યાનોના નિવારણ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવી સમાધાન મેળવી શકે એ હેતુથી આજે તા-22-08-2023,મંગળવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વ. હાઈસ્કૂલ અને સ્વ. બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં ઘો-9 ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ કૃતિઓ રજૂ કરી હતી.પ્રદર્શનનું આયોજન ગણિત વિજ્ઞાન શ્રી રમેશભાઈ ટંડેલે કર્યું હતું.પ્રાથમિક વિભાગમાં શિક્ષણ કાર્ય કરી રહેલા બી.એડ.ના પ્રશિક્ષણાર્થીઓ જાહનવી ટંડેલ અને હેમાંગી ટંડેલે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.