Posts

Showing posts from September, 2018

ખેલ મહાકુંભ મા જિલ્લા કક્ષાએ ચેમ્પિયન

Image
ખેલ મહાકુંભ મા જિલ્લા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન તા-૨૫-૦૯-૨૦૧૮ ,મંગળવાર ના રોજ ખેલ મહાકુંભ નવસારી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા કાંગવાઈ મુકામે યોજાઈ હતી.આ સ્પર્ધામાં શાળાની અન્ડર-૧૭(ભાઈઓ)ની વોલીબોલની ટીમ નવસારી જિલ્લા ની ચેમ્પિયન બની હતી.ટીમના કોચ ત્યાગીભાઈ કે.ટંડેલ તથા ટીમની ખેલાડીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

ખેલ મહાકુંભ-ખો-ખો

Image
ખેલ મહાકુંભ-ખો-ખો તા-૨૪-૦૯-૨૦૧૮ ,સોમવારના  રોજ ખેલ મહાકુંભ જલાલપોર તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં શાળાની અન્ડર-૧૭(ભાઈઓ)ની ટીમ જલાલપોર તાલુકાની રનર્સ અપ બની હતી.ટીમના કોચ ત્યાગીભાઈ કે.ટંડેલ તથા ટીમની ખેલાડીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ ચેમ્પિયન

Image
ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન તા-૨૨-૦૯-૨૦૧૮,શનિવારના રોજ ખેલ મહાકુંભ જલાલપોર તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં શાળાની અન્ડર-૧૭(ભાઈઓ)ની ટીમ જલાલપોર તાલુકાની ચેમ્પિયન બની હતી.ટીમે ફાઈનલ મા કરાડી હાઇસ્કુલની ટીમને હરાવી હતી.ટીમના કોચ ત્યાગીભાઈ કે.ટંડેલ તથા ટીમની ખેલાડીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

સ્વયં શિક્ષણદિનની ઉજવણી

Image
Celebration Of Teacher's Day શાળામાં તા-05-09-2018,બુધવારના રોજ સ્વયં શિક્ષણદિનની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી વર્ગખંડોમાં શિક્ષણકાર્ય કર્યું હતું.ધોરણ-12 ના વિદ્યાર્થી પ્રિયંકે આચાર્યની ભૂમિકા , ધો-10 ના વિદ્યાર્થી ફીઝલે કારકુન તથા ધો-10 ના હાર્દિક અને મીતે સેવકની ભૂમિકા  ભજવી હતી.  સ્વયં શિક્ષણદિનની ઉજવણી નિમિતે વકતૃત્વ સ્પર્ધા   સ્વયં શિક્ષણદિનની ઉજવણી નિમિતે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધાનું સંચાલન ધો-12ની વિદ્યાર્થીની ધરતી એ કર્યું હતું. સ્પર્ધા વિષયો : "મારા પ્રિય શિક્ષક " , "શિક્ષકનું મહત્વ" સ્પર્ધાનું પરિણામ : પ્રથમ  : ટંડેલ વંશીતાબેન અમિતભાઈ( ૧૦અ) દ્વિતીય : ટંડેલ રીન્કીબેન ભગવાનદાસ(૧૦અ) તૃતીય : ટંડેલ રીયાબેન જીમીકુમાર ( ૯અ) ટંડેલ વંશીતાબેન અમિતભાઈ( ૧૦અ) ટંડેલ રીન્કીબેન ભગવાનદાસ(૧૦અ) ટંડેલ રીયાબેન જીમીકુમાર ( ૯અ)