Posts

Showing posts from June, 2018

શાળા સલામતી સપ્તાહની ઉજવણી

Image
ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી મુજબ શાળા સલામતિ સુનિશ્ચિત કરવા તથા શાળા સલામતી બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા તથા વિવિધ આપત્તિ સામે કઈ બચાવ કરવા તે અંગેની  વિસ્તૃત સમજ  તા-૨૫-૦૬-૨૦૧૮ના રોજ પ્રાર્થના સભામાં શાળાના આચાર્યશ્રી હરિશભાઈએ આપી હતી. શાળા સલામતિ સપ્તાહની  ઉજવણી દરમ્યાન તા-૨૬-૦૬-૨૦૧૮ના રોજ પુર તથા વાવાઝોડા જેવી આપત્તિનો સામનો કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત સમજ શાળા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી જીગ્નેશભાઈ એ આપી હતી. તા-૨૮-૦૬-૨૦૧૮ના રોજ અચાનક લાગેલી આગ , ધરતીકંપ સામે આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે વિદ્યાર્થીઓની વિવિધ બચાવ ટુકડીઓએ  મોક ડ્રીલ નું નિદર્શન કર્યું હતું.

વિશ્વ યોગા દિવસ

Image
તા-૨૧-૦૬-૨૦૧૮ ના રોજ શાળામાં "વિશ્વ યોગા દિવસ"ની ઉજવણી  કરવામાં આવી હતી.શાળાના વ્યાયામ શિક્ષિકા શ્રીમતિ પાર્વતીબેને નિદર્શન દ્વારા યોગ,પ્રાણાયામ,આસનો અને વિવિધ કસરતો વિદ્યાર્થીઓને કરવી યોગ અને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવ

Image
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૮ ની ઉજવણી દરમ્યાન મુખ્ય મહેમાન  ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ તથા જિલ્લા કક્ષાના અધિકારી તરીકે શ્રી ગીરીશસિંગ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓએ નાના ભૂલકાઓને આગણવાડીમા,બાળકોને ધો-૧ મા તથા વિદ્યાર્થીઓને ધો-૯મા પ્રવેશ અપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પ્રાર્થના,ગૌરવગીત,દેશભક્તિગીત તથા અમૃતવચનો જેવી કૃતિઓ શાળાના વિદ્યાર્થીઓએ રજુ કરી હતી.

પ્રાથના સ્પર્ધા

Image
તા-૦૬-૦૭-૨૦૧૮ ના રોજ શાળામાં પ્રાથના સ્પર્ધાનું આયીજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી હરીશભાઈ એ કર્યું હતું. સ્પર્ધાનું પરિણામ માધ્યમિક વિભાગ પ્રથમ ક્રમ - ધો-૧૦અ ( ગ્રુપ-રીન્કી,ગ્રેસી,પ્રિયાંશી,વંશિતા,આયુષી) દ્વિતિય ક્રમ   - ધો-૯અ (ગ્રુપ-નુપુર,પ્રિયાંશી,રિયા,નીલમ,યસ્વી) ઉચ્ચ.માધ્યમિક વિભાગ પ્રથમ ક્રમ - ધો-૧૨અ - ધરતીબેન નવનીતભાઈ ટંડેલ દ્વિતિય ક્રમ - (ગ્રુપ-વિશ્વની.અંજલી)