Posts

Showing posts from June, 2019

વૃક્ષારોપણ કાર્યક્રમ

Image
વૃક્ષારોપણ કાર્યક્રમ વધતાં જતાં વિવિધ પ્રદૂષણોની ભયંકરઅસરો તથા આધુનિક્તાની દોડમાં નીકળતું જતું વૃક્ષોના નિકંદનને કારણે પ્રકૃતિ માં અચાનક થતાં ફેરફારોને લીધે વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની ચિંતાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. આવનારી પેઢી માટે આપણે પૃથ્વી બચાવવી સૌની નૈતિક ફરજ છે. આ બાબતની સમાજ નવસારી જિલ્લાની તમામ શાળાના વિધાર્થીઓ સારી રીતે કેળવી શકે તથા વિધાર્થીઓ વૃક્ષારોપણનું મહત્વ સમજે અને તે માટે વિધાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે માનનીય   જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તા.29-06-2019 , શનિવારના રોજ એક જ સમયે જિલ્લાની તમામ શાળાઓમાં કુલ મળી 1 ,11,111 રોપાઓ રોપવા માટે   વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેના ભાગ રૂપે એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ ટંડેલ ઉ.માં.શાળા , ઓંજલ માછીવાડ , તા-જલાલપોરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શાળા સંચાલક મંડળ શ્રી શ્રેયસ કેળવણી મંડળના પ્રમુખશ્રી , મંત્રિશ્રી , અન્ય સભ્યો , ગ્રામજનો , યુવાન ભાઈઓ , શાળાના શિક્ષકમિત્રોએ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી શાળાની કંપાઉન્ડ વોલની ફરતે તેમજ નવસારીને જોડતા રોડની આજુબાજ

પ્રાર્થના સ્પર્ધા

Image
            પ્રાર્થના  સ્પર્ધા તા.26-6-2019 ના બુધવારના રોજ અમારી શાળા એસ.બી.ટંડેલ એન્ડ બી.એ.ટંડેલ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક ઓંજલ-માછીવાડમાં પ્રાર્થના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજનમાં કોઈપણ તાસ ન બગડે તે રીતે ગોઠવવામાં આવ્યું હતું. ધોરણ ૯ થી ૧૨ માં વર્ગવાર ૧૦ ટીમો એ ભાગ લીધો હતો. જે નીચે મુજબ છે. ધોરણ-9-A માં 3 ટીમો (જોડીમાં ), 10-A માં 1 ટીમ(જોડીમાં) , 10-B માં 3 ટીમો (જોડીમાં) , 11-A માં 2 ટીમ(જોડીમાં) , 12-A માં 1 ટીમ(જોડીમાં)ભાગ લીધો હતો.આ સ્પર્ધા માં વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો અને સ્પર્ધા ખૂબ શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી.  આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે 1.શ્રીમતી અંજનાબેન એ.મેરીનર 2.શ્રીમતી દીપિકાબેન.એસ.ટંડેલ 3.શ્રીમતી ચેતનાબેન.આઈ.ટંડેલ . સેવા બજાવી હતી. અંતમાં શાળાના આચાર્યશ્રી હરીશભાઈ એન.લાડ અને શિક્ષકશ્રી રમેશભાઈ બી.ટંડેલે પ્રાર્થના રજુ કરી હતી. પ્રાર્થના સ્પર્ધા માં ક્રમ પ્રાપ્ત કરનાર ટીમો ને સમૂહ માં સંગીત સાથે કર્તન ધ્વનિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માધ્યમિક વિભાગ.1 10A નુપુર ગ્રુપ