પ્રાર્થના સ્પર્ધા

           પ્રાર્થના સ્પર્ધા

તા.26-6-2019 ના બુધવારના રોજ અમારી શાળા એસ.બી.ટંડેલ એન્ડ બી.એ.ટંડેલ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક ઓંજલ-માછીવાડમાં પ્રાર્થના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજનમાં કોઈપણ તાસ ન બગડે તે રીતે ગોઠવવામાં આવ્યું હતું. ધોરણ ૯ થી ૧૨ માં વર્ગવાર ૧૦ ટીમો એ ભાગ લીધો હતો. જે નીચે મુજબ છે.

ધોરણ-9-A માં 3 ટીમો (જોડીમાં),10-A માં 1 ટીમ(જોડીમાં),10-B માં 3 ટીમો (જોડીમાં),11-A માં 2 ટીમ(જોડીમાં),12-A માં 1 ટીમ(જોડીમાં)ભાગ લીધો હતો.આ સ્પર્ધા માં વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો અને સ્પર્ધા ખૂબ શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. 

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે 1.શ્રીમતી અંજનાબેન એ.મેરીનર 2.શ્રીમતી દીપિકાબેન.એસ.ટંડેલ 3.શ્રીમતી ચેતનાબેન.આઈ.ટંડેલ.સેવા બજાવી હતી.
અંતમાં શાળાના આચાર્યશ્રી હરીશભાઈ એન.લાડ અને શિક્ષકશ્રી રમેશભાઈ બી.ટંડેલે પ્રાર્થના રજુ કરી હતી.

પ્રાર્થના સ્પર્ધા માં ક્રમ પ્રાપ્ત કરનાર ટીમો ને સમૂહ માં સંગીત સાથે કર્તન ધ્વનિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

માધ્યમિક વિભાગ.1 10A નુપુર ગ્રુપ 2.10B આસ્થા ગ્રુપ , 9A નૈનીશા ગ્રુપ 3.10B નેહા ગ્રુપ

ઉચ્ચતર વિભાગ. 1 12અ અવની ગ્રુપ 2.11A કરુસ્કર વિપુલા

સમગ્ર પ્રાર્થના સ્પર્ધાનું એન્કરીંગ શ્રી રમેશભાઈ બી.ટંડેલે કર્યું હતું.
અંતમાં આ સ્પર્ધાને જીવંત રાખવા માટે આચાર્યશ્રી  સારસ્વત મિત્રો, વિદ્યાર્થીઓ અને બિન શેક્ષ્રણીક કર્મચારીઓનો અભાર વ્યક્ત કરવામી આવ્યો હતો.   
  


























Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી