Posts

Showing posts from January, 2020

71 માં પ્રજાસત્તાકદિનની ઉજવણી

Image
71 માં પ્રજાસત્તાકદિનની ઉજવણી         71 માં પ્રજાસત્તાકદિન નિમિત્તે તા-26-01-2020, રવિવાર ના રોજ સવારે 8:30 કલાકે શ્રેયસ કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી રમેશભાઈ ભેકાભાઈ ટંડેલ ના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ , ગ્રામજનો , શ્રેયસ કેળવણી મંડળના સભ્યશ્રીઓ , શિક્ષક ગણ તથા શાળાના વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર ઉજવણી.શાળાના આચાર્યશ્રી હરીશભાઇ લાડ , પ્રમુખશ્રી ગણેશભાઈ ટંડેલ તથા મંત્રીશ્રી ડો.માણેકલાલ ટંડેલે પ્રાસંગિક પ્રવચનો કરી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ધ્વજવંદનવિધિ કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ ટંડેલે કર્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ  શ્રેયસ કેળવણી મંડળના વ્યવસ્થાપક કમિટીની મિટિંગ શાળાના મકાનમાં મળી હતી. 

કલા મહાકુંભ-ગરબા સ્પર્ધા

Image
કલા મહાકુંભ-ગરબા સ્પર્ધા                    રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ , ગુજરાત સરકારશ્રી દ્વારા આયોજિત જલાલપોર તાલુકાનો કલા મહાકુંભ શ્રી સરદાર પટેલ વિદ્યાભવન , જલાલપોર ખાતે તા.15-01-2020 ના રોજ યોજાય ગયો , જેમાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડ , તા.જલાલપોર નો ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમ આવ્યો છે. કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા શ્રીમતિ ચેતનાબેન તથા ગરબા વૃંદને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

ગુજરાત માછી મહામંડળ- સમારોહ-2020

Image
ગુજરાત માછી મહામંડળ- સમારોહ-2020                 શ્રી ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજિત “વિવિધ સ્પર્ધાઓ , સાંસ્ક્રુતિક કાર્યક્રમો તથા સ્નેહમિલન સમારોહ” શ્રી રામજી મંદિર , દુધિયા તળાવ , નવસારી ખાતે તા.12-01-2020 , રવિવારના રોજ યોજાયો હતો.આ સમારોહમાં સાંસ્ક્રુતિક સ્પર્ધાઓ યોજાઇ હતી જે પૈકી ગરબા સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડ , તા.જલાલપોર નો પ્રથમ ક્રમ આવ્યો હતો .આ ગરબો તૈયાર તૈયાર કરાવનાર શિક્ષિકા શ્રીમતિ ચેતનાબેન તથા ગરબા વૃંદને શ્રેયસ કેળવણી મંડળ ના પ્રમુખશ્રી ગણેશભાઈ , મંત્રીશ્રી ડો.માણેકલાલ તથા કારોબારી સભ્યો અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

વકતૃત્વ સ્પર્ધા

Image
વકતૃત્વ સ્પર્ધા તારીખ 06/01/2020 ના સોમવારના શાળામાં ' વક્તૃત્વ સ્પર્ધા ' નું આયોજન તા -06/01/2020 ના રોજ કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધામાં કુલ 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો . સ્પર્ધાના વિષયો આ પ્રમાણે હતા . * માધ્યમિક વિભાગ 1. પર્યાવરણ બચાવો . 2. મોંઘવારી . 3. પુસ્તકો : આપણાં સાચા મિત્રો . * ઉચ્ચ માધ્યમિક વિભાગ 1. વર્ષાનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ . 2. બેટી બચાવો . 3. મધ્યમ વર્ગનો માનવી .               સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી હેમલતાબેન ટી . પટેલ એ કર્યું હતું . નિર્ણાયક તરીકે શ્રીમતી અંજનાબેન , શ્રીમતી દિપિકાબેન અને શ્રીમતી દક્ષાબેને સેવા આપી હતી . * પરિણામ :- ક્રમ         વિદ્યાર્થીનું નામ        મેળવેલ ક્રમાંક 1          કરૂસકર વિપુલા -11          પ્રથમ 2          ડાભી અનીતા -10B           દ્વિતીય 3           ટંડેલ રિયા - 10B            તૃતીય