Posts

Showing posts from August, 2019

યોગ દિવસની ઉજવણી

Image
યોગ દિવસની ઉજવણી                            21 મી જુનના રોજ  “યોગદિન” ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે જેના ભાગ રૂપે એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા , ઓંજલ માછીવાડ , તા-જલાલપોર , જિ-નવસારીમાં આજરોજ “વિશ્વ યોગદિન” ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિધાર્થીઓ એ સવારના 6:00 ક્લાક 7:00 ક્લાક સુધી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો “વિશ્વ યોગદિન” કાર્યક્ર્મ પ્રોજેક્ટર પર નિહાળ્યો હતો , ત્યારબાદ શાળાના પટાંગણમાં શાળાના વિધાર્થીઓ તથા ગ્રામજનો એ યોગ-પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા. આ કાર્યક્ર્મનું સંચાલન શાળાના ગણિત-વિજ્ઞાન  શિક્ષક શ્રી રમેશભાઈ બી.ટંડેલ એ ક્યું હતું.આ કાયર્ક્ર્મના મધ્યમથી “યોગ આપણા જીવનનો એક હિસ્સો બને અને ધ્યાન-યોગ-પ્રાણાયામ દ્ધારા જીવનને શાંતિમય , સદભાવયુક્ત , સ્મૂદ્ધિમય બનાવી શકાય” એવો સંદેશો વિધાર્થીઓ , શિક્ષકો અને ગ્રામજનોને પ્રાપ્ત થયો હતો.   

ક્વિઝ સ્પર્ધા

Image
ક્વિઝ સ્પર્ધા                                                                                                                     તારીખ : 29-07-2019                 એસ.બી ટંડેલ સાર્વજનિક હાઇસ્કુલ અને સ્વ બી એ ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ,ઓજલ માછીવાડ ,તા-જલાલપોર,જિ-નવસારી,તા-29-07-2019 ના રોજ  ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી હતી. શાળાના વિધાથીર્ઓ બપોરે ૩:20 થી 4:20 કલાક સુધી રોકાયેલા હતા. આ સ્પર્ધામાં 20 વિધાથીર્ઓના 5 ગ્રુપોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનું સંચાલન કરનાર બી.એડની તાલીમાર્થી બહેનો ટંડેલ.કિંજલબેન અને રીમા બેન કર્યું હતું આ સ્પર્ધામાં ટંડેલ જીજ્ઞેસભાઈ.આર દ્વારા નિણાર્યકની ભૂમિકા ભજવાઈ હતી. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 સુધીના વિધાથીર્ઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં   ધોરણ -9ના વિધાથીર્ઓ ગ્રુપના મન,મિક્કી,નૈનીસા અને દિપીકા  આ ચાર વિધાથીઓના ગ્રુપને વિજય પ્રાપ્ત થયો. આ સ્પર્ધાની પૂર્ણાહુતી 4:30 કલાકે કરવામાં આવી હતી.