Posts

Showing posts from August, 2018

ભજન સ્પર્ધા

Image
ભજન સ્પર્ધા તા-28-08-2018,મંગળવારના રોજ શાળામાં ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ૧૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સ્પર્ધાનું સંચાલન શ્રીમતિ દક્ષાબેન ડી.પટેલે કર્યું હતું.નિર્ણાયક તરીકે શ્રી ગીરીશભાઈ,શ્રીમતિ અંજનાબેન,શ્રી જીગ્નેશભાઈ,શ્રીમતિ હેમલત્તાબેને સેવા આપી હતી. સ્પર્ધાનું પરિણામ માધ્યમિક વિભાગ પ્રથમ      : ટંડેલ ગ્રેસીબેન મહાવીરભાઇ (૧૦અ) દ્વિતીય     : ટંડેલ રીયાબેન જીમીકુમાર(૯અ), ટંડેલ જ્યોતિબેન અમરતભાઈ(૧૦અ)  તૃતીય     : ટંડેલ શિવકુમાર બાલકૃષ્ણ (૧૦અ)       ઉચ્ચતર માધ્યમિક વિભાગ પ્ર થમ      : ટંડેલ ધરતીબેન નવનીતભાઈ(૧૨અ) દ્વિતીય     : ટંડેલ પ્રિયંકકુમાર પ્રવીણભાઈ(૧૨અ), તૃતીય     : ટંડેલ અવનીબેન નરેશભાઈ(૧૧અ)       

Celebration Of Independence Day

Image
તા-15-08-2018, બુધવાર ના રોજ 72 માં સ્વાતંત્રદિન ની ઉજવણી શાળામાં કરવામાં આવી હતી.માજી સૈનિક અને શાળામાં મોટું દાન આપનાર ઓંજલ માછીવાડના વતની શ્રી બળવંતભાઈ ભગવાનભાઈ ટંડેલ ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.શ્રેયસ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ગણેશભાઈ , મંત્રીશ્રી ડૉ. માણેકલાલ તથા આચાર્યશ્રી હરીશભાઈ એ પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કાર્ય હતા.મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના વ્યાયામ શિક્ષિકા શ્રીમતી પાર્વતીબેન તથા ધો-૧૨ ના વિદ્યાર્થી પ્રિયાંકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

દેશભક્તિગીત સ્પર્ધા

Image
દેશભક્તિગીત સ્પર્ધા તા-૧૦-૦૮-૨૦૧૮ શુક્રવારના રોજ શાળામાં દેશભક્તિગીત સ્પર્ધા યોજાઈ હતી,જેમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો .સ્પર્ધાનું સંચાલન શિક્ષિકા શ્રીમતી અંજનાબેને કર્યું હતું.નિર્ણાયક તરીકે આચાર્યશ્રી હરીશભાઈ , શિક્ષિકા શ્રીમતિ પાર્વતીબેન ,શિક્ષક શ્રી સંદીપભાઈએ સેવા આપી હતી. સ્પર્ધાનું પરિણામ  માધ્યમિક વિભાગ   પ્રથમ :  નુપુર સુરેન્દ્રભાઈ ટંડેલ ( ૯અ) દ્વિતીય : રીયાબેન જિમીકુમાર ટંડેલ ( ૯અ) તૃતીય : વીરકુમાર દિક્ષિતકુમાર ટંડેલ ( ૯અ)                ગ્રેસીબેન મહાવીરભાઈ ટંડેલ ( ૧૦અ)  માધ્યમિક વિભાગ   પ્રથમ :  ધરતીબેન નવનીતભાઈ ટંડેલ  ( ૧૨ અ) દ્વિતીય : અદીતીબેન મહેન્દ્રભાઈ ટંડેલ ( ૧૨અ) તૃતીય : યોગીબેન મુકેશભાઈ ટંડેલ ( ૧૧અ)                

વોલીબોલ

Image
 તા-૦૩-૦૮-૨૦૧૮ ના રોજ કાંગવાઈ ખાતે અંડર-૧૯ ભાઈઓની વોલીબોલની ટીમ ફાઈનલ જીતી નવસારી જીલ્લાની  ચેમ્પીયન બની હતી.આ ટીમના ૭ ખેલાડીઓની રાજ્ય કક્ષાએ પસંદગી થઇ હતી.ટીમના મેનેજર શ્રી સંદીપભાઈ તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.