Posts

Showing posts from August, 2021

ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી નિમિત્તે લોકગીત સ્પર્ધા

Image
  ઝવેરચંદ મેઘાણીની  125  મી જન્મ જયંતી નિમિત્તે લોકગીત સ્પર્ધા ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી નિમિત્તે લોકગીત સ્પર્ધા તા-21-08-2021,શનિવારના રોજ શાળામાં યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ ત્રણ આવનાર સ્પર્ધકની માહિતી નીચે મુજબ છે. ક્રમ નામ ધોરણ મેળવેલ ગુણ પ્રથમ ટંડેલ ખુશીબેન બાલકૃષ્ણભાઈ 9 52 દ્વિતીય ટંડેલ નેહાબેન નવનીતભાઈ 12 51 તૃતીય ટંડેલ જિયાકુમારી રજનીકાંતભાઈ 10B 45

અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર,ખારેલ આયોજિત વુક્ષારોપણ કાર્યક્રમ

Image
  વુક્ષારોપણ કાર્યક્રમ વધતાં જતાં વિવિધ પ્રદૂષણોની ભયંકર અસરો તથા દુનિયાની આધુનિકતાની  દોડમાં નીકળતું જતું વૃક્ષોના નિકંદનને કારણે પ્રકૃતિ માં અચાનક થતાં ફેરફારોને લીધે વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની ચિંતાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. આવનારી પેઢી માટે આપણે પૃથ્વી બચાવવી સૌની નૈતિક ફરજ છે. આ બાબતની સમજ શાળાના વિદ્યાર્થીઓ સારી રીતે કેળવી શકે તથા વિધાર્થીઓ વૃક્ષારોપણનું મહત્વ સમજે અને તેઓમાં જાગૃતિ આવે તે માટે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર ,L&T  પબ્લિક ચેરિટેબલ , ખારેલ  આયોજીત તા. 17 -0 8 -20 21 ,  મંગળવાર ના   રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડ ખાતે યોજવામાં આવ્યો હતો.. અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટરના કર્મચારીઓ , શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ કેમ્પસમાં રોપાઓ રોપવામાં આવ્યા હતા.શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શાળાના કર્મચારીઓ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર તરફથી એક-એક રોપા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

Image
  75માં સ્વાતંત્રદિનની ઉજવણી તા-15-08-2021 , રવિવારના રોજ શ્રેયસ કેળવણી મંડળ સંચાલિત એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડના પટાંગણમાં મંડળના ઉપપ્રમુખશ્રી રમેશભાઈ બી.ટંડેલના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ ચેતના ટીચરના માર્ગદર્શન હેઠળ ત્રિરંગાગીત રજૂ કર્યું હતું.મંડળના મંત્રીશ્રી ડો.માણેકલાલ એન.ટંડેલ અને આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા . આ કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી રરમેશભાઈએ કર્યું હતું.રિનોવેશન કરેલ શાળાના મકાનને શુશોભિત કરવા માટે શાળાના શિક્ષકો તથા વહીવટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.          આ કાર્યક્રમ બાદ શ્રેયસ કેળવણી મંડળ આયોજિત પ્રમુખશ્રી ગણેશભાઈ આર. ટંડેલના અધ્યક્ષ સ્થાને   “કોરોના વોરિયર્સ સન્માન સમારોહ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયત ના સભ્ય શ્રીંમતિ ક્રિષ્નાબેન ટંડેલ તથા શ્રેયસં કેળવણી મંડળના સભ્યશ્રીઓએ દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ઓંજલ માછીવાડ ગામના આરોગ્ય વિભાગમાં સેવા બજાવતા ડોક્ટર , નર્સ , આશાવર્કરોને ક