આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

 

75માં સ્વાતંત્રદિનની ઉજવણી

તા-15-08-2021,રવિવારના રોજ શ્રેયસ કેળવણી મંડળ સંચાલિત એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડના પટાંગણમાં મંડળના ઉપપ્રમુખશ્રી રમેશભાઈ બી.ટંડેલના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ ચેતના ટીચરના માર્ગદર્શન હેઠળ ત્રિરંગાગીત રજૂ કર્યું હતું.મંડળના મંત્રીશ્રી ડો.માણેકલાલ એન.ટંડેલ અને આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા . આ કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી રરમેશભાઈએ કર્યું હતું.રિનોવેશન કરેલ શાળાના મકાનને શુશોભિત કરવા માટે શાળાના શિક્ષકો તથા વહીવટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

        આ કાર્યક્રમ બાદ શ્રેયસ કેળવણી મંડળ આયોજિત પ્રમુખશ્રી ગણેશભાઈ આર. ટંડેલના અધ્યક્ષ સ્થાને  “કોરોના વોરિયર્સ સન્માન સમારોહ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયત ના સભ્ય શ્રીંમતિ ક્રિષ્નાબેન ટંડેલ તથા શ્રેયસં કેળવણી મંડળના સભ્યશ્રીઓએ દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.આ કાર્યક્રમમાં ઓંજલ માછીવાડ ગામના આરોગ્ય વિભાગમાં સેવા બજાવતા ડોક્ટર,નર્સ,આશાવર્કરોને કોરોના મહામારી દરમ્યાનની અત્યંત કપરી પરિસ્થિતિમાં અવિરત કરેલ વિશિષ્ટ સેવા માટે સન્માનપત્રોથી 84 આરોગ્યકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન કારોબારી સભ્યશ્રી જયંતિભાઈ એન.ટંડેલે કર્યું હતું.      




































Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી