77 મા સ્વાતંત્રદિનની ઉજવણી

 77 મા સ્વાતંત્રદિનની ઉજવણી

ઘણા સમયથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે “હર ઘર તિરંગા” અને "મેરી માટી મેરા દેશ" સહિત ઘણા કાર્યક્રમો કેન્દ્ર સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં થઈ રહ્યા છે, ભારતવાસીઓ પણ ઉત્સાહભેર આવા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
આજે એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને વિદ્યામંદિર પ્રાથમિક શાળા ઓંજલ માછીવાડ ના સંયુક્ત ઉપક્રમે 77 માં સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી હતી.જલાલપોર તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન ટંડેલ ના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કરવામાં આવી હતી.આ શાળાના મંત્રી ડો,માણેકલાલ ટંડેલ, આચાર્યશ્રી હરીશભાઇ લાડ, પ્રાથમિક શાળાના શ્રી દીપેશભાઈ પટેલ , ધ્વજપ્રમુખ શ્રીમતી ક્રિષ્નાબેને પ્રસંગોચિત મનનીય પ્રવચનો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.ધ્વજવંદનવિધિ કાર્યકર્મનું સંચાલન શિક્ષકશ્રી રમેશભાઈ ટંડેલે કર્યું હતું.
આ કાર્યક્રમ બાદ "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત બંને શાળાના તમામ કર્મચારીઓના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો.તમામ કર્મચારીઓનું તેમની કામગીરી માટે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ નું સંચાલન શ્રી જયંતિભાઈ ટંડેલે કર્યું હતું.

















































Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન