Posts

Showing posts from September, 2019

ફિટ ઈન્ડિયા મુવમેન્ટ

Image
“ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ ના જન્મદિવસની ઉજવણીના  ભાગ રૂપે  તા-29-08-2019 , ગુરુવારના રોજ માન. પ્રધાનમંત્રી આદરણીય  શ્રી નરેન્દ્ર મોદી સાહેબે  “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ”   નું દિલ્હી ખાતે લોંચિંગ કર્યું હતું.આ દિવસે સવારના 7:30 કલાકે  “શાળાના આચાર્યશ્રીએ “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” વિષે પ્રાસંગિક વક્તવ્ય દ્વારા  વિદ્યાર્થીઓને સમજૂતી તથા જાણકારી આપી “ફીટ તેમજ તંદુરસ્ત” રહેવા માટે “શપથ” લેવડાવ્યા હતા ,  ત્યારબાદ ગ્રામજનોમાં આ કાર્યક્રમ અતર્ગત જનજાગૃતિ આવે તે માટે વિદ્યાર્થીઓની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું.આ રેલીમાં શાળાના શિક્ષકશ્રીઓ  જિગ્નેશભાઈ , દીપિકાબેન , ચેતનાબેન તથા ક્લાર્ક શ્રી જગદીશભાઇ  ,  સેવક શ્રી રમેશભાઈ  એ સહકાર આપ્યો હતો , ત્યારબાદ 8:30 થી 10:00 દરમ્યાન વિદ્યાર્થીઓએ ખો-ખો  ,  વોલીબોલ તથા દોરડાખેચ જેવી વિવિધ રમતો રમી “સ્પોર્ટ ડે”ની ઉજવણી કરી હતી. વોલીબોલ રમતનું સંચાલન શિક્ષકો   શ્રી સંદીપભાઈ  , શ્રી જિગનેશભાઇ , શ્રી મોહિતભાઈ   એ કર્યું હતું તથા  ખો-ખો અને દોરડાખેંચ રમતનું સંચાલન શિક્ષક શ્રી રમેશભાઈ તથા શિક્ષિકાઓ શ્રીમતિ દક્ષાબેન ,   શ્રીમતિ હેમલતાબે

શિક્ષક દિનની ઉજવણી

Image
 “ સ્વયં શિક્ષણ દિન”  ની ઉજવણી એ સ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા , ઓંજલ   માછીવાડ , તા-જલાલપોર , જિ-નવસારીમાં  5 મી સપ્ટેમ્બર “સ્વયં શિક્ષક દિન” ની ઉજવણી  આ શાળાના  શિક્ષક શ્રી જિજ્ઞેશભાઈ.આર.ટંડેલ ના સંચાલન હેઠળ કરવામાં આવી હતી. શાળાના વિધાર્થીઓ સવારે 10 :30  થી સાંજે 3:30 સુધી આ કાર્યક્રમ માં જોડાયા હતા. 10:45  થી 2:35 સુધી શૈક્ષણિક કાર્યક્રમ ચાલ્યો હતો .  જેમાં લગભગ 30 જેટલા વિધાર્થીઓ શિક્ષક તરીકેની સેવા બજાવી હતી . ત્રણ વિધાર્થીઓ કારકુન તરીકે સેવા બજાવી હતી. ત્રણ વિધાર્થીઓ સેવક ભાઈ તરીકે ખૂબ સરસ સેવા બજાવી હતી. ત્યારબાદ 2:40 થી 4:00 વાગ્યા સુધી સ્ટેજ ઉપર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં એન્કર તરીકે ધો.10 A  ની વિધાર્થીની યશવિ ઠાકોરભાઈ ટંડેલે ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કરનાર જિજ્ઞેશભાઇએ બે શબ્દો  ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજી   વિશે વિધાર્થીઓને સંભળાવી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ શિક્ષકોનું પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું. ધો.12 A  ની વિધાર્થીની યોગીબેન મુકેશભાઇ ટંડેલે ,  ધોરણ 10 B  ની વિધાર્થીની રિયાબેન જી