શિક્ષક દિનની ઉજવણી



 “સ્વયં શિક્ષણ દિન” ની ઉજવણી

સ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા,ઓંજલ માછીવાડ,તા-જલાલપોર,જિ-નવસારીમાં 5 મી સપ્ટેમ્બર “સ્વયં શિક્ષક દિન” ની ઉજવણી  આ શાળાના શિક્ષક શ્રી જિજ્ઞેશભાઈ.આર.ટંડેલના સંચાલન હેઠળ કરવામાં આવી હતી. શાળાના વિધાર્થીઓ સવારે 10:30 થી સાંજે 3:30 સુધી આ કાર્યક્રમ માં જોડાયા હતા. 10:45  થી 2:35 સુધી શૈક્ષણિક કાર્યક્રમ ચાલ્યો હતોજેમાં લગભગ 30 જેટલા વિધાર્થીઓ શિક્ષક તરીકેની સેવા બજાવી હતી.ત્રણ વિધાર્થીઓ કારકુન તરીકે સેવા બજાવી હતી. ત્રણ વિધાર્થીઓ સેવક ભાઈ તરીકે ખૂબ સરસ સેવા બજાવી હતી. ત્યારબાદ 2:40 થી 4:00 વાગ્યા સુધી સ્ટેજ ઉપર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં એન્કર તરીકે ધો.10A ની વિધાર્થીની યશવિ ઠાકોરભાઈ ટંડેલે ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કરનાર જિજ્ઞેશભાઇએ બે શબ્દો ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજી વિશે વિધાર્થીઓને સંભળાવી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ શિક્ષકોનું પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું. ધો.12A ની વિધાર્થીની યોગીબેન મુકેશભાઇ ટંડેલે, ધોરણ 10ની વિધાર્થીની રિયાબેન જીમીકુમાર ટંડેલે, તેમજ ધોરણ 10B ની વિધાર્થીની નેહાબેન નવનીતભાઈ ટંડેલે પોતાના શિક્ષક તરીકેના અનુભવો કહ્યા હતા. આ શાળાના શિક્ષક શ્રી રમેશભાઈએ આ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. આમ આ કાર્યક્રમ સાંજે 4:00 વાગ્યે પૂર્ણ કરવામાં આવ્યો હતો.



















































Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી