ફિટ ઈન્ડિયા મુવમેન્ટ


“ફીટ ઈન્ડિયા મુવમેન્ટ”
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ ના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે  તા-29-08-2019,ગુરુવારના રોજ માન. પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે  “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” નું દિલ્હી ખાતે લોંચિંગ કર્યું હતું.આ દિવસે સવારના 7:30 કલાકે  “શાળાના આચાર્યશ્રીએ “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” વિષે પ્રાસંગિક વક્તવ્ય દ્વારા  વિદ્યાર્થીઓને સમજૂતી તથા જાણકારી આપી “ફીટ તેમજ તંદુરસ્ત” રહેવા માટે “શપથ” લેવડાવ્યા હતા, ત્યારબાદ ગ્રામજનોમાં આ કાર્યક્રમ અતર્ગત જનજાગૃતિ આવે તે માટે વિદ્યાર્થીઓની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું.આ રેલીમાં શાળાના શિક્ષકશ્રીઓ જિગ્નેશભાઈ,દીપિકાબેન,ચેતનાબેન તથા ક્લાર્ક શ્રી જગદીશભાઇ , સેવક શ્રી રમેશભાઈ એ સહકાર આપ્યો હતો,ત્યારબાદ 8:30 થી 10:00 દરમ્યાન વિદ્યાર્થીઓએ ખો-ખો , વોલીબોલ તથા દોરડાખેચ જેવી વિવિધ રમતો રમી “સ્પોર્ટ ડે”ની ઉજવણી કરી હતી. વોલીબોલ રમતનું સંચાલન શિક્ષકો  શ્રી સંદીપભાઈ ,શ્રી જિગનેશભાઇ,શ્રી મોહિતભાઈ એ કર્યું હતું તથા ખો-ખો અને દોરડાખેંચ રમતનું સંચાલન શિક્ષક શ્રી રમેશભાઈ તથા શિક્ષિકાઓ શ્રીમતિ દક્ષાબેન,  શ્રીમતિ હેમલતાબેન , શ્રીમતિ અંજનાબેન, શ્રીમતિ દીપિકાબેન , શ્રીમતિ ચેતનાબેન એ કર્યું હતું. “સ્પોર્ટ ડે”નું આયોજન શ્રી રમેશભાઇ ટંડેલ એ કર્યું હતું,ત્યારબાદ 10:00 કલાકે દૂરદર્શન પર “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” લોંચિંગ કાર્યક્રમ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો, ત્યારબાદ 11:00 થી 12:30 દરમ્યાન શિક્ષણકાર્ય થયું હતું.  























Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી