અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર,ખારેલ આયોજિત વુક્ષારોપણ કાર્યક્રમ

 વુક્ષારોપણ કાર્યક્રમ

વધતાં જતાં વિવિધ પ્રદૂષણોની ભયંકર અસરો તથા દુનિયાની આધુનિકતાની દોડમાં નીકળતું જતું વૃક્ષોના નિકંદનને કારણે પ્રકૃતિ માં અચાનક થતાં ફેરફારોને લીધે વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની ચિંતાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. આવનારી પેઢી માટે આપણે પૃથ્વી બચાવવી સૌની નૈતિક ફરજ છે. આ બાબતની સમજ શાળાના વિદ્યાર્થીઓ સારી રીતે કેળવી શકે તથા વિધાર્થીઓ વૃક્ષારોપણનું મહત્વ સમજે અને તેઓમાં જાગૃતિ આવે તે માટે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર,L&T પબ્લિક ચેરિટેબલ,ખારેલ  આયોજીત તા.17-08-2021મંગળવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડ ખાતે યોજવામાં આવ્યો હતો.. અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટરના કર્મચારીઓ,શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ કેમ્પસમાં રોપાઓ રોપવામાં આવ્યા હતા.શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શાળાના કર્મચારીઓ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર તરફથી એક-એક રોપા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.














Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી