વૃક્ષારોપણ કાર્યક્રમ

વૃક્ષારોપણ કાર્યક્રમ

વધતાં જતાં વિવિધ પ્રદૂષણોની ભયંકરઅસરો તથા આધુનિક્તાની દોડમાં નીકળતું જતું વૃક્ષોના નિકંદનને કારણે પ્રકૃતિ માં અચાનક થતાં ફેરફારોને લીધે વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની ચિંતાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. આવનારી પેઢી માટે આપણે પૃથ્વી બચાવવી સૌની નૈતિક ફરજ છે. આ બાબતની સમાજ નવસારી જિલ્લાની તમામ શાળાના વિધાર્થીઓ સારી રીતે કેળવી શકે તથા વિધાર્થીઓ વૃક્ષારોપણનું મહત્વ સમજે અને તે માટે વિધાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે માનનીય  જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તા.29-06-2019, શનિવારના રોજ એક જ સમયે જિલ્લાની તમામ શાળાઓમાં કુલ મળી 1,11,111 રોપાઓ રોપવા માટે  વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેના ભાગ રૂપે એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ ટંડેલ ઉ.માં.શાળા, ઓંજલ માછીવાડ, તા-જલાલપોરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શાળા સંચાલક મંડળ શ્રી શ્રેયસ કેળવણી મંડળના પ્રમુખશ્રી,મંત્રિશ્રી,અન્ય સભ્યો, ગ્રામજનો, યુવાન ભાઈઓ, શાળાના શિક્ષકમિત્રોએ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી શાળાની કંપાઉન્ડ વોલની ફરતે તેમજ નવસારીને જોડતા રોડની આજુબાજુ લગભગ 130 જેટલા રોપાઓ રોપ્યા હતા. શાળાના શિક્ષકમિત્રો શ્રી સંદિપભાઈ તથા શ્રી રમેશભાઈ સંચાલન અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.




































Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી