73 માં પ્રજાસત્તાકદિનની ઉજવણી

 

73 માં પ્રજાસત્તાકદિનની ઉજવણી

        73માં પ્રજાસત્તાકદિન નિમિત્તે તા-26-01-2022,બુધવાર ના રોજ સવારે 8:30 કલાકે શ્રેયસ કેળવણી મંડળના કારોબારી સભ્ય તથા સામાજિક કાર્યકરશ્રી કરસનભાઈ સોમાભાઈ ટંડેલ ના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ગામના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ,ગ્રામજનોશ્રેયસ કેળવણી મંડળના સભ્યશ્રીઓ,શિક્ષક ગણ તથા શાળાના વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર ઉજવણી.શાળાના આચાર્યશ્રી હરીશભાઇ લાડ,મંત્રીશ્રી ડો.માણેકલાલ ટંડેલે પ્રાસંગિક પ્રવચનો કરી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ધ્વજવંદનવિધિ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ ટંડેલે કર્યું હતું.શાળાના તમામ કર્મચારીશ્રીઓએ કાર્યક્રમની સફળતા માટે પૂર્વતૈયારીઓ કરી હતી.શ્રીમતી ચેતનાબહેન તથા ધો 10 ની વિદ્યાર્થીની બહેનોએ સવારના ૬ વાગ્યે શાળામા આવીને ઝંડા સ્તંભની નીચે આજુબાજુ આકર્ષક રંગોળી દોરી હતી. આ પવિત્ર પ્રસંગે શાળાના વર્ષ 2008ના બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના બેચે પ્રિન્ટર વહીવટી કામ માટે શાળાને ભેટ સ્વરૂપે  અર્પણ કર્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શ્રેયસ કેળવણી મંડળના વ્યવસ્થાપક કમિટીની મિટિંગ શાળાના મકાનમાં મળી હતી. 
















































 

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી