76 માં પ્રજાસત્તાકદિનની ઉજવણી

 

76 માં સ્વાતંત્રદિનની ઉજવણી

આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે “હર ઘર તિરંગા” સહિત ઘણા કાર્યક્રમો કેન્દ્ર સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં થઈ રહ્યા છે, ભારતવાસીઓ પણ ઉત્સાહભેર આવા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.

       આજે એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ,ઓંજલ માછીવાડ,તા-જલાલપોર માં 76 માં સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી હતી.આજે શ્રેયસ કેળવણી મંડળના પ્રમુખશ્રી ગણેશભાઈ ટંડેલ,મંત્રીશ્રી ડો.માણેકલાલ ટંડેલ,સહમંત્રીશ્રી કેશવભાઈ ટંડેલ,મંડળના સભ્યો,તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન ટંડેલ,CRC કો.ઓ. શ્રીમતી શીતલબેન પટેલ,શિક્ષકગણ,વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં સવારે 8:30 કલાકે દાતાશ્રી જતિનકુમાર દિનેશભાઇ ટંડેલ ( મુંબઈ) ના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કરવામાં આવી હતી.આ શાળાના મંત્રી ડો,માણેકલાલ ટંડેલ, આચાર્યશ્રી હરીશભાઇ લાડ,શ્રી જયંતિભાઈ ટંડેલ તથા CRC કો.ઓ. શ્રીમતી શીતલબેન પટેલે પ્રસંગોચિત મનનીય પ્રવચનો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.ધ્વજવંદનવિધિ કાર્યકર્મનું સંચાલન શિક્ષકશ્રી રમેશભાઈ ટંડેલે કર્યું હતું.

       ત્યારબાદ New School Uniform Set Distribution Program ( નવા ગણવેશ વિતરણ કાર્યક્રમ) યોજાયો હતો.આ કાર્યકર્મમાં શાળાના 149 વિદ્યાર્થીઓ પૈકી દરેક વિદ્યાર્થીને નિશુલ્ક ટાઈ,બુટ,મોજા સહિત શાળાનો નવા ગણવેશ સેટની  અર્પણવિધિ કરવામાં આવી હતી.આ માટે દાતા શ્રી બિમલ દિનેશભાઇ ટંડેલ ( U.S.A.) રૂ.1,50,000 = 00 ( રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા) દાન પ્રાપ્ત થયું હતું. આ કાર્યક્રમનું સંચાલન કારોબારી સભ્યશ્રી જયંતિભાઈ ટંડેલે કર્યું હતું.બંને કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકમિત્રો, ક્લાર્ક,સેવકભાઈ તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.




















































Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી