વાલી મિટિંગ–સપ્ટેમ્બર-2022

વાલી મિટિંગસપ્ટેમ્બર-2022

   તા-02-09-2022,શુક્રવારના રોજ બપોરે 2:30 કલાકે ધો-10 અને ધો-12 ના વિદ્યાર્થીઓની વાલી મિટિંગ યોજાઇ હતી.

        આ મિટિંગમાં શાળાના આચાર્યશ્રીએ ધો-10 તથા ધો-12ના બોર્ડના આવેદનપત્રકો ભરવામા માટે વિષય પસંદગી સહિત અગત્યના મુદ્દાઓ વિષે વિગતવાર માહિતી આપી હતી.

        વધુમાં ધો-10 માં ગયા વર્ષથી અમલી બનેલ Maths ના બે પ્રકાર Basic Maths અને Standard Maths પૈકી વિદ્યાર્થીઓએ ક્યાં પ્રકારના Maths ની પસંદગી કરવી ? પસંદ કરેલ Maths થી બોર્ડની પરીક્ષા પાસ બાદ પ્રવેશ બાબતે બોર્ડે જાહેર કરેલ પરીપત્રોનો સંદર્ભ લઈ  વિસ્તૃત પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

        `ત્યારબાદ વર્ષ દરમ્યાન યોજાતા તહેવારો અને પ્રસંગોને કારણે  મોટેભાગે વિદ્યાર્થીઓની શાળામાં અનિયમિત હાજરી રહે છે એ બાબતે વિદ્યાર્થીઓને થતાં શૈક્ષણિક નુકશાન બાબતે ચેતવણી આપી વાલીમિત્રોને વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપે તે માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી.

        આવનારી માર્ચ-2023 ની બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? બોર્ડની પરીક્ષામાં વધુ ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? તથા શૈક્ષણિક કારકિર્દી માટે બોર્ડની પરીક્ષાની અગત્યતા બાબતે શ્રીવસંતભાઇ તથા ડો. માણેકલાલે પ્રેરક તથા માનનીય વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા વાલીમિત્રોને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.આ મિટિંગમાં શ્રેયસ કેળવણી મંડળના શાળા સમિતિના સભ્યો શ્રી ગણેશભાઈ આર.ટંડેલ  , ડો.માણેકલાલ એન. ટંડેલ ,શ્રી રમેશભાઇ બી.ટંડેલ,શ્રી કેશવભાઈ ઝેડ. ટંડેલ શ્રી વસંતભાઇ એમ.ટંડેલ, શ્રી મગનભાઇ બી.ટંડેલ, શિક્ષકમિત્રો અને મોટી સંખ્યામાં વાલીમિત્રો હાજર રહ્યા હતા.

   










Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી