"મેરી માટી મેરા દેશ" ઝુંબેશ

"મેરી માટી મેરા દેશ" ઝુંબેશ 

તા-14-08-2023,સોમવારના રોજ "મેરી માટી મેરા દેશ" ઝુંબેશ અંતર્ગત આઝાદીમાં પોતાનું બલિદાન આપનારા અસંખ્ય સ્વતંત્રસેનાનીઓ,વીરો ને શ્રદ્ધાંજલિ આપવા માટે શિલાલેખ સ્થાપન કાર્યક્રમ માછીવાડ(ઓંજલ) દ્વારા એસ.બી.ટંડેલ સાર્વ. હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના કેમ્પસમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન ટંડેલ,સરપંચ શ્રી દયારામભાઈ,તલાટી શ્રીઘનશ્યામભાઈ,શાળા સંચાલક મંડળના મંત્રી ડો.માણેકલાલ ટંડેલ,ગ્રામ પંચાયત ના કર્મચારીઓ,પેટા આરોગ્ય કેન્દ્ર ઓંજલ માછીવાડ-2 ના કર્મચારીઓ ડો.યોગીબેન ટંડેલ ,શ્રી મહેશભાઈ બગડા તથા આંગણવાડી કાર્યકરો,મનરેગાના કર્મચારીઓ,હાઇસ્કૂલ તથા પ્રાથમિક શાળાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં રેલવે પોલીસ માં ફરજ દરમ્યાન શહીદ થયેલ સ્વ.હર્ષદભાઈ ના પિતાશ્રી દામાભાઈ નારણભાઇ ટંડેલનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.અંતે ઉપસ્થિત તમામે હાથમાં માટી/દીવો લઇ શપથ લીધા હતા.ત્યાર બાદ "મેરી માટી મેરા દેશ" અંતર્ગત શિક્ષકો-વિદ્યાર્થીઓ રેલી દ્વારા જનજાગૃતિ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો
































Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી