Posts

Showing posts from July, 2024
Image
  શિક્ષા સપ્તાહ ઉજવણી:2024-25 શાળાનું નામ : એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડ શાળા કોડ : 24240305004   SVS : સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકૂલ   QDC : પેઠાણ-103 તા- 22-07-2024 , સોમવાર   ટીચિંગ લર્નિંગ મટિરિયલ દિવસની ઉજવણી         NEP 2020 ના સંદર્ભે આજરોજ શાળામાં ઓછી કિમતના રીસાયકલ કરેલ અથવા સરળતાથી ઉપલબ્ધ સામગ્રીથી પર્યાવરણની જાગૃતા વધે એવા હેતુથી શિક્ષકમિત્રોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા   ટીચિંગ લર્નિંગ મટિરિયલ નો ઉપયોગ કરી શિક્ષકમિત્રોએ ગણિતમાં વૃતાંશ , વૃતખંડ વિશે સમજ આપવી તથા ક્ષેત્રફળ શોધવું અને સંભાવનાના પ્રયોગો દ્વારા મળતા પરિણામોની સમજ , અંગ્રેજી-ગુજરાતી ભાષામાં ચાર્ટ દ્વારા અને સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓએ બનાવેલ પૃથ્વીના બનાવેલ નમૂના દ્વારા શિક્ષણ કાર્ય કરી ટીચિંગ લર્નિંગ મટિરિયલ દિવસની ઉજવણી કરી હતી.

સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )

Image
સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના   ) તા. 17-07-2024, મંગળવાર ના રોજ અમારી શાળા એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ. બી.એ.ટંડેલ ઉ. મા.શાળા , ઓંજલ-માછીવાડમાં સુગમ સંગીત સ્પર્ધા( થીમ- પ્રાર્થના) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે 1.શ્રીમતી અંજનાબેન મેરીનર 2.શ્રી સંદીપભાઈ ટંડેલ એ સેવા આપી હતી.પ્રાર્થના સ્પર્ધામાં ક્રમ પ્રાપ્ત કરનાર ટીમો ને સમૂહ માં સંગીત સાથે કર્તન ધ્વનિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર પ્રાર્થના સ્પર્ધાનું સંચાલન શાળાની શિક્ષિકા શ્રી મતી દીપિકાબેન ટંડેલે કર્યું હતું.પ્રાર્થના સ્પર્ધામાં   પ્રથમ ત્રણ વિજેતાઓ નીચે મુજબ છે.   ક્રમ નામ ધોરણ મેળવેલ ગુણ પ્રથમ Tandel Dipbhai Rajeshbhai 11 35 દ્વિતીય T andel D hruviyaben Dharmeshbhai 9 34 Std 10 ગ્રુપ 10 34 તૃતીય Std – 9 ગ્રુપ 9 33