ઓંજલ માછીવાડ હાઇસ્કૂલ નવસારી જિલ્લા અંડર-17(ભાઈઓ-બહેનો) બાસ્કેટબોલ ચેમ્પિયન

 ઓંજલ માછીવાડ હાઇસ્કૂલ નવસારી જિલ્લા અંડર-17(ભાઈઓ-બહેનો) બાસ્કેટબોલ ચેમ્પિયન

અભિનંદન... અભિનંદન... અભિનંદન...

ગઇકાલે તા-13-09-2024,શુક્રવારના રોજ ધારાગીરી  મુકામે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અખિલ ભારતીય શાળાકીય નવસારી જિલ્લાની બાસ્કેટબોલ  સ્પર્ધા રમાઈ હતી.

 

આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ. હાઇસ્કૂલ અને સ્વ. બી.એ.ટંડેલ ઉ.મા. શાળા,ઓંજલ માછીવાડ ની Under-17( Boys ) અને Under-17( Girls )  ની બંને ટીમો નવસારી જિલ્લા બાસ્કેટબોલ ચેમ્પિયન બની હતી 

 

તેમજ Under-14 ( Boys ) ની બાસ્કેટબોલની ટીમ ફાઇનલ રનર્સ અપ બની હતી.

 

U-17(Boys) ના 7 કુમાર ખેલાડીઓ તથા U-17( Girls ) ના 7 કન્યા ખેલાડીઓ અને U-14 ( Boys ) ના 6 કુમાર ખેલાડીઓ મળી કુલ 20 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ માટે રાજ્ય કક્ષાએ રમવા જવા માટે પસંદગી પામ્યા છે.

 

જવલંત સિદ્ધિ મેળવી શાળાને ગૌરવ અપાવનાર વિજેતા તમામ ખેલાડીઓને તથા કોચ એવા શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઈ ટંડેલને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે તથા હવે રાજયકક્ષાએ પણ ખૂબ સારૂ પ્રદર્શન કરે એ માટે શુભેચ્છા પાઠવે છે.

 

પોતાનો કિંમતી સમય ફાળવી રજાના દિવસે પણ શાળાના બાસ્કેટબોલના ખેલાડીઓને સ્પેશિયલ  કોચિંગ અને માર્ગદર્શન આપવા માટે  નિવૃત પ્રો.નરસિંહભાઈ ટંડેલનો શાળા પરિવાર આભાર માને છે.



















Comments

Popular posts from this blog

નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)

સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )