Posts

Showing posts from September, 2024

ઓંજલ માછીવાડ હાઇસ્કૂલ નવસારી જિલ્લા અંડર-17(ભાઈઓ-બહેનો) બાસ્કેટબોલ ચેમ્પિયન

Image
  ઓંજલ માછીવાડ હાઇસ્કૂલ નવસારી જિલ્લા અંડર -17( ભાઈઓ-બહેનો) બાસ્કેટબોલ ચેમ્પિયન અભિનંદન... અભિનંદન... અભિનંદન... ગઇકાલે તા- 13-09-2024, શુક્રવારના રોજ ધારાગીરી   મુકામે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અખિલ ભારતીય શાળાકીય નવસારી જિલ્લાની બાસ્કેટબોલ   સ્પર્ધા રમાઈ હતી.   આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ. હાઇસ્કૂલ અને સ્વ. બી.એ.ટંડેલ ઉ.મા. શાળા , ઓંજલ માછીવાડ ની Under-17( Boys ) અને Under-17( Girls )  ની બંને ટીમો નવસારી જિલ્લા બાસ્કેટબોલ ચેમ્પિયન બની હતી     તેમજ Under-14 ( Boys ) ની બાસ્કેટબોલની ટીમ ફાઇનલ રનર્સ અપ બની હતી.   U-17(Boys) ના 7 કુમાર ખેલાડીઓ તથા U-17( Girls ) ના 7 કન્યા ખેલાડીઓ અને U-14 ( Boys ) ના 6 કુમાર ખેલાડીઓ મળી કુલ 20 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ માટે રાજ્ય કક્ષાએ રમવા જવા માટે પસંદગી પામ્યા છે.   જવલંત સિદ્ધિ મેળવી શાળાને ગૌરવ અપાવનાર વિજેતા તમામ ખેલાડીઓને તથા કોચ એવા શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઈ ટંડેલને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે તથા હવે રાજયકક્ષાએ પણ ખૂબ સારૂ પ્રદર્શન કરે એ માટે શુભેચ્છા પાઠવે છે.   પોતાનો કિંમતી સમય ફાળવી રજાના દિવસે

QDC કક્ષા-કલા ઉત્સવ સ્પર્ધાઓ

Image
     અભિનંદન ... અભિનંદન... અભિનંદન “ ગરવી ગુજરાત” થીમ પર આધારિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , નવસારી આયોજિત QDC કક્ષાના કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓ આજે તા-12-09-2024 , ગુરૂવારના રોજ માતૃશ્રી એમ.યુ.પટેલ સાર્વ.વિદ્યાલય , પેઠાણ માં યોજાઇ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડના વિદ્યાર્થીઓ વંશ દિપકકુમાર ટંડેલે ઉ.મા.વિભાગમાં ચિત્રકલામાં પ્રથમ ક્રમ , મોનિકા પ્રકાશભાઈ ટંડેલે ગાયન સ્પર્ધામાં ઉ.મા.વિભાગમાં પ્રથમ ક્રમ અને ભવ્યા નયનકુમાર ટંડેલે માધ્યમિક વિભાગમાં ચિત્રકલામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.             

સાયકલ વિતરણ

Image
  સાયકલ વિતરણ આજે તા-09-09-2024 , ગુરુવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડમાં તંત્રના કોઈ વહીવટી કારણોસર બાકી રહી ગયેલ શૈક્ષણિક વર્ષ 2023-24ની     ધો-9 માં અભ્યાસ કરતી(હાલ ધો-10 માં) સા.શૈ.અને પછાત વર્ગની 20 કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું.

શાળા કક્ષાનો વિજ્ઞાનમેળો

Image
  શાળા કક્ષાનો વિજ્ઞાનમેળો   આજે તા-09-09-2024 , ગુરુવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડમાં શાળા કક્ષાનો વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું હતું.ધો-9 ના બાળ વૈજ્ઞાનિકોએ 9 કૃતિઓ રજૂ કરી હતી.આ પ્રદર્શનનું આયોજન શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી રમેશભાઈ બી.ટંડેલે કર્યું હતું.